dhamma.org વપરાશકર્તા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે શરતોનો કરાર
આ ઉપયોગમાં લેવા શરતોનો કરાર (“કરાર”) ‘dhamma.org વપરાશકર્તા એકાઉન્ટ’ ના બધા વપરાશકર્તાઓ માટે લાગુ પડે છે. dhamma.org ઉપયોગમાં લેવાની શરતોની પી.ડી.એફ. કૉપી ડાઉનલોડ કરવા અહીંક્લિક કરો.
‘dhamma.org વપરાશકર્તા એકાઉન્ટ’ એક પસંદ કરી શકાય તેવી વિશેષતા છે જે શિબિરની પૂર્વ-વિગત, વ્યક્તિગત અને સંપર્ક માહિતી સાથે વિપશ્યના ધ્યાનના નવા અને જૂના સાધકોને તેમનો એકાઉન્ટ પ્રોફાઇલ બનાવવા અને જાળવવા, સુરક્ષિત અને સગવડભર્યો રસ્તો આપે છે. ‘વપરાશકર્તા એકાઉન્ટ’ સગવડનો એક પ્રાથમિક ઉપયોગ સાધકોને dhamma.org ના ફોર્મના માધ્યમથી તેમની શિબિરોની ઓનલાઈન અરજીઓને ઓટોમેટિક નોંધણી થવા દેવામાં મદદરૂપ થવું છે. dhamma.org વેબસાઇટ પર અને iOS ઉપકરણ માં dhamma.org મોબાઈલ એપ્પ પર ‘વપરાશકર્તા એકાઉન્ટ’ માટે સાઇન-અપ ઉપલબ્ધ છે; ગૂગલ જીમેલ, એપલ આઈ.ડી., અથવા dhamma.org microsoft365 એકાઉન્ટ પર સિંગલ સાઇન ઓન (એસ.એસ.ઓ.) ઉપયોગમાં લેવાના વિકલ્પ સાથે. વપરાશકર્તાઓ તેમની પ્રોફાઇલ માહિતી સુધારી શકે છે, તેમના વપરાશકર્તા એકાઉન્ટમાં સંગ્રહિત માહિતીનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે, અથવા તેમનો એકાઉન્ટ ડિલીટ કરી આ સુવિધામાં થી બહાર નીકળી શકે છે. ‘dhamma.org વપરાશકર્તા એકાઉન્ટ’ ને કેવી રીતે ઉપયોગમાં લેવું તે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો ‘વપરાશકર્તા એકાઉન્ટ’ ના ભાગરૂપે આપવામાં આવેલી માહિતીને dhamma.org વપરાશકર્તા માહિતી ગોપનીયતા અને સુરક્ષા ની સર્વોત્તમ પ્રથાઓ નો ઉપયોગ કરી જાળવે છે. વધારે જાણવા માટે અહીંક્લિક કરો. ભાવી આયોજન માં android ઉપકરણો માટે ઉપયોગિતા, અને અન્ય પદ્ધતિઓ (સિસ્ટમ) જે વિપશ્યના ધ્યાનને ટેકો આપે છે તેઓ માં વપરાશકર્તાની માહિતીનો સમન્વય છે. ‘વપરાશકર્તા એકાઉન્ટ’ સગવડ “અંતરરાષ્ટ્રીય વિપશ્યના ટેક્નોલોજી સંગઠન” [International Vipassana Technology Association ("IVTA dba dhamma.org")] દ્વારા વિકસિત કરવામાં અને ટકાવી રાખવામાં આવી છે, IVTA- એસ. એન. ગોએંકા દ્વારા શીખવવામાં આવતી સયાજી ઉ બા ખિન ની પરંપરામાં વિશ્વભરમાં વિપશ્યના ધ્યાન કેન્દ્રો અને શિબિરોને ટેકો આપતું એક માહિતી સંચાલક સંગઠન છે. IVTA વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. ‘વપરાશકર્તા એકાઉન્ટ’ ના ભાગરૂપે તમે જે માહિતી આપો છો તેને dhamma.org વપરાશકર્તા માહિતી ગોપનીયતા અને સુરક્ષા ની સર્વોત્તમ પ્રથાઓ નો ઉપયોગ કરી જાળવે છે. તમારા ‘વપરાશકર્તા એકાઉન્ટ’ની માહિતી જે તમારા અરજીપત્રક પર ભરવામાં આવે છે તેને કેવી રીતે અને કોના દ્વારા સંયોજિત કરવામાં આવે છે તેની વિગત સમજવા: વિહંગાવલોકન
ગોપનીયતા, જાહેર કરવામાં આવતી વિગતો, અને સ્વીકૃતિઓ
તમારું dhamma.org એકાઉન્ટ સક્રિય કરવા, એ જરૂરી છે કે તમે આ કરારની પહેલાં બતાવેલ શરતોને તમારી ઔપચારિક સ્વીકૃતિ દર્શાવા માટે અને ઉપર સમજાવ્યા મુજબ dhamma.org ને વપરાશકર્તા એકાઉન્ટની માહિતીને સંગ્રહિત કરવા અને ઉપયોગમાં લેવા તમારી સહમતી આપવા માટે તમે નીચે આપેલ "સ્વીકૃતિ" બટન ક્લિક કરો.