dhamma.org મોબાઈલ એપ્પ

વિશેષતાઓ

  • વિપશ્યના ધ્યાન વિશે વધુ જાણો.
  • તમારા નજીકના સ્થળો જ્યાં વિપશ્યના ધ્યાન શિબિરો અપાય છે તેમને વિશ્વભરની સંપૂર્ણ યાદીમાંથી અથવા 300થી વધુ સ્થળોના નકશામાંથી જે 80+ દેશોમાં ફેલાયેલ છે તેમાંથી શોધો.
  • તારીખો, પ્રદેશો, અને સૂચનાની ભાષાઓ જેવા શોધના માપદંડથી વિપશ્યના ધ્યાન શિબિરો શોધો.
  • વિપશ્યના ધ્યાન શિબિરમાં ભાગ લેવા અરજી કરો અને રજીસ્ટર કરો.

જૂના સાધકો માટે

જો તમે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો પાસે એક 10 દિવસીય શિબિર પૂર્ણ કરી છે તો તમે આ એપ્પ નો જૂના સાધક માટેના વિભાગમાં નીચે બતાવેલ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો:

  • એક કલાકની સામૂહિક સાધનાના રેકોર્ડિંગ્સ 25 થી વધુ વિવિધ ભાષાઓમાં.
  • સામૂહિક સાધના રેકોર્ડિંગ્સ વગાડવા એ વિકલ્પ સાથે જેમાં તમે રોજની બેઠકની ગણતરી રાખી શકો છો. dhamma.org આ માહિતી ભેગી નથી કરતું. ગણતરી રાખેલી બધી માહિતી તમારા ઉપકરણમાં જ સ્થાનિક રીતે સંગ્રહિત થાય છે.
  • જૂના સાધકો માટે સંગ્રહિત સામગ્રી જે તમારી સાધનામાં માર્ગદર્શન આપી શકે છે, 10 દિવસીય પ્રવચનોના સારાંશ સાથે.

Videos

ડાઉનલોડ કરો

Qr
App store us uk
Play store badge